રાજપીપળા : ડેપોનો ખાળકુવો ભરાઈ જતાં અતિશય દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

0
રાજપીપળા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરના એસટી ડેપોમાં ઘણા સમયથી ડેપોનો ખાળકુવો ભરાઈ જતાં અતિશય દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડેપોની આસપાસ રહેતા લોકોની હાલત બદતર બની ચૂકી છે.ખાળકુવો ભરાઇ ગયો હોવા છતાં ડેપો સત્તાધીશોએ તેને ખાલી કરાવવા માટે કોઇ તજવીજ હાથ ધરી નથી.થોડાક સમય પહેલા ડેપો સત્તાધીશો દ્વારા એક મહિના સુધી સ્વચ્છતા અંગેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. 
 
 

 
 
કેટલીક સંસ્થા, શાળાઓ સાથે મળી સ્વચ્છતાના કરેલા કાર્યક્રમો બાદ પણ હાલ આ ડેપોમાં સ્વચ્છતા બાબતે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું પાછલા દિવસોમાં કરેલા સ્વચ્છતાના કાર્યક્રમો ખાલી દેખાવો હતા. કેમ ડેપો સત્તાધીશો ખાળકુવો ખાલી કરાવવામાં આળસ દાખવી રહયાં છે. ડેપોમાં ફરજ બજાવતો સ્ટાફ અને બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો સહિત ત્યાં દુકાન ચલાવતા વેપારીઓ પણ આ દુર્ગંધ થી તોબા પોકારી ઊઠયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top