- મિશન લાઈફ કાર્યક્રમ શ્રી એલ.એચ ભક્તા ઘાટા હાઈસ્કુલના બાળકો સાથે ઉજવાયો
- 400 બાળકો મિશન લાઈફ કાર્યક્રમમાં જોડાયા
- માર્ગદર્શન ડૉ. અમિતભાઈ શાહ દ્રારા આપવામાં આવ્યું
ગુજકોસ્ટ ગાંધીનગર અને ઝેડા ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા મિશન લાઈફ કાર્યક્રમ શ્રી એલ.એચ ભક્તા ઘાટા હાઈસ્કુલના બાળકો સાથે ઉજવાયો.
366મો દિવસ એટલે કે 29 મી ફેબ્રુઆરીના કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા શ્રી એલ.એચ ભક્તા ઘાટા હાઈસ્કૂલ વ્યારા ખાતે 400 બાળકો મિશન લાઈફ કાર્યક્રમમાં જોડાયા જે ગુજકોસ્ટ અને ઝેડા ગાંધીનગર દ્રારા આયોજીત કરેલ હતો. તેમાં બાળકોને જીવનમાં પાણી, વીજળી, પર્યાવરણ બચાવવા ફિલ્મ અને PPTના માધ્યમથી 40 મીનીટનું નિષ્ણાંત માર્ગદર્શન ડૉ. અમિતભાઈ શાહ દ્રારા આપવામાં આવ્યું.


.png)