કુકરમુંડા તાલુકાના ચિરમટી ગામના બે યુવકો ગત રોજ સવાર મોટર સાઇકલ લઈને નિઝરના વેલ્દા ટાંકી પાસે મજૂરી કામ કરવા માટે નીકળેલ હતા. જે બંને યુવકો કુકરમુંડાથી નિઝરના વેલ્દા ટાંકી તરફ જતા જુના કુકરમુંડા ગામની સીમમાં વળાંકમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સફેદ કારના ચાલકે પુર ઝડપી અને ગફલત ભરી રીતે રોંગ સાઈટમાં હંકારી લાવીને મોટર સાઇકલ સાથે અકસ્માત કરીને ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમજ બીજા યુવકને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે મહારાષ્ટ્રના નંદુરબાર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કુકરમુંડાના ચિરમટી ગામના રહેવાસી ગણેશભાઈ પાડવી (24) અને નિખિલભાઈ વળવી (28) ગત રોજ મોટર સાઇકલ નંબર MH-41-AD-6875 લઈને ચિરમટી ગામથી નિઝર તાલુકાના વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે મજૂરી કામ કરવા જવા નીકળેલ હતા. મોટર સાઇકલ પર સવાર બંને યુવકો જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતો રસ્તા ઉપર વળાંકમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન સફેદ કલરની કાર નંબર MH-39-CV-4166 ના ચાલકે કાર પૂરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈટ ઉપર હંકારી લાવીને મોટર સાઇકલને અડફેટમાં લેતા મોટર સાઇકલ પર સવાર નિખિલભાઈને જમણા પગના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ગણેશભાઈને પણ જમણા પગે ગંભીર ઇજા પહોંચાડી ફેક્ચર કર્યા હતા. ઇજાગ્રસ્ત બંને યુવકોને કુકરમુંડા સરકારી દવાખાનામા સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં સારવાર દરમ્યાન નિખિલભાઈનું મોત થયું હતું. ગણેશભાઈને પ્રાથમિક આપી વધુ સારવાર અર્થે નંદુરબાર લઇ જવાયા હતા.


.png)