સોનગઢ તાલુકાના ધમોડી ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચ નું મકાન ગેરકાયદેસર રીતે ગૌચર ની જમીન માં બનાવવામાં આવ્યું હોય એ દૂર કરવા માટે તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા તાપી કલેક્ટર ને રજુઆત થઈ હતી.
આ અંગે દેવ બિરસા સેના ના આગેવાનો એ સોમવારે તાપી કલેક્ટર ને આપેલ લેખિત ફરિયાદ મૂજબ સોનગઢ ના ધમોડી ગામે ગૌચર ની જમીનમાં પરવાનગી વિના ગેરકાયદે ચર્ચ નું મકાન ઉભું કરી દેવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક સમય થી બહાર ગામ ના રહેવાસી લોકો દ્વારા ગામ માં આ રીત ની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.ધમોડી ગામમાં આદિવાસી સમાજ ના સભ્યો રહે છે અને તેઓ આદિ અનાદિ કાળ થી ચાલી આવેલા આદિવાસી સમાજ ના રીત રિવાજો સંસ્કૃતિ અને પરંપરા ને સાચવી ને બેઠા છે.ધમોડી ગામમાં સરકારી ચોપડે ખ્રિસ્તી સમાજ ના એક પણ સભ્ય નોંધાયેલા નથી.એ જ રીતે તાપી જિલ્લામાં પણ ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો કાયદેસર રીતે નોંધાયેલા નથી જેથી દેવ બિરસા સેના દ્વારા આવા લોકો નો વિરોધ છે.ગામમાં બહાર થી આવેલાં પાસ્ટર એવા સમાભાઈ અને ભારતી બહેન કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તી નથી અને બહાર ગામથી આવેલાં છે.જે કેટલાય વર્ષો થી વટાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.આમ ગૌચર ની જમીનમાં પરવાનગી વગર બાંધવામાં આવેલ ચર્ચ ને તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગ સેના દ્વારા કરવામાં આવી છે.એ સાથોસાથ ડોલવણ તાલુકા ના ઉમરવાવ ગામ નજીક પણ ખ્રિસ્તી સમાજ દ્વારા આગામી તા. 18,19 અને 20 મી ના રોજ વાર્ષિક આત્મિક શાંતિ મહોત્સવ ઉજવવા ની તૈયારી થઈ રહી છે.દેવ બિરસા સેના દ્વારા આ મુદ્દે પણ રજૂઆત થઈ છે તેમાં જણાવ્યાં મૂજબ હાલમાં દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે. એ વિસ્તાર ના આદિવાસી સમાજ ના બાળકો છેલ્લા એક વર્ષ થી અભ્યાસ કરી બોર્ડ ની પરીક્ષા ની તૈયારી કરી છે ત્યારે ગામમાં આ રીત ના યોજાનારા કાર્યક્રમ ને કારણે પરીક્ષાર્થી ને અભ્યાસ અને તૈયારી બાબતે મુશ્કેલી પડે તેમ છે.જેથી ઉમરવાવ નજીક ગામમાં યોજાનાર મહોત્સવ અંગે ની પરવાનગી ન આપવામાં આવે તેવી સભ્યો એ તાપી કલેક્ટર ને ભાર પૂર્વક રજુઆત કરી હતી.


.png)