જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માળીયા હાટીનામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજના સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી, કેશોદમા પણ હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા હતી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માણાવદર અને માંગરોળ પંથકમાં સાંજે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


.png)