તાપી : વાલોડ કોલેજના પ્રોફેસર ટ્રોફી સાથે ફોટો પડાવ્યા પછી ,ભાન થઈ ગયા બાદ મોત

0
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધાંગધર વોલીબોલની ટુર્નામેન્ટ પૂણૅ થઈ ગયાં બાદ મેચ જીતી ગયા બાદ વાલોડ કોલેજના પ્રોફેસર ટ્રોફી સાથે ફોટો પડાવ્યા પછી ઘરે પરત ફરતાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજતાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. 



ડોલવણ તાલુકાના જેસિગપુરા દાદરી ફળિયાનાં હાલ રહે.કાનપુરા પોલીસ લાઇન B4 રૂમ નં.૧૬૦ વ્યારા તા.વ્યારા જી.તાપીનાઓમાં રહેતા અને વાલોડ સરકારી કોલેજમાં એન.સી.સી.ના સી.ટી.ઓ. તથા હોસ્ટેલ રેક્ટર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય ગૌરાંગકુમાર જગદીશભાઇ ચૌધરી ગત 9 માર્ચના રોજ વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ધાંગધર ગામે ઉપલી ફળિયામાં એમનાં મિત્રો સાથે આવેલ હતાં. અને 10 માર્ચની વહેલી સવારના ચારેક વાગ્યાના સમયે વોલીબોલની ફાઇનલ મેચ જીતી ગયા બાદ ટ્રોફી સાથે ફોટા પડાવી પરત ઘરે જવા એમના મિત્ર સાથે નીકળતા હતા તે સમયે કારમાં બેસવા જતા જ અચાનક દુખાવો ઉપડ્યો હતો અને ગૌરાંગ ચૌધરી અચાનક જમીન પર નીચે બેસી જઇ બેભાન થઇ ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮માં ડોલવણ સી.એચ.સી.પર ખસેડવામાં આવ્યા હતા જ્યાં એમની તબિયત વધુ લથડતા ત્યાં ફરજ પરના ડોક્ટર સાહેબે ચેક કરતા ૦૫:૫૫ વાગ્યે મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું. જેને પગલે શોકની કાલિમા છવાઇ ગઇ હતી. જેની ખબર ગૌરાંગના મિત્ર સહદેવભાઈ આહીરે આપતાં પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top