નવસારી જિલ્લામાં આવેલી GIDCમાં આગ લાગવાની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાના અંતરાલમાં નવસારી જિલ્લાની GIDCમાં ત્રીજી આગની ઘટના સામે આવી છે. જેમાં બીલીમોરા આંતલિયાની GISC માંથી કંપનીમાં લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું.
થિનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ નામની કંપનીમાં આગ લાગતાં જીઆઇડીસી માં ભય ફેલાયો હતો, સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને કરતા એલાર્મ વગાડતા ગાડીઓ આવી પહોંચી હતી. આગની વિકરાળતા જોતા સૌપ્રથમ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ બે ફાયર ની ગાડીઓ દ્વારા જ આગ ઓલવાઈ જતા અન્ય ફાયરના વાહનો પાછા વળ્યા હતા.થીનર બનાવતી આ કંપની GIDC માં માત્ર 6 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. આગની ઘટનાથી કંપનીમાં મોટું નુકસાન નોંધવામાં આવ્યું છે.
.png)

.png)