કોંગ્રેસે 8 માર્ચે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. શુક્રવારે સાંજે 7.15 વાગ્યે પાર્ટીએ 39 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદી અનુસાર રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. રાહુલ ઉપરાંત ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ પણ આ યાદીમાં છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના છે, 24 ઉમેદવારો એસસી-એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે.બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે.
પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.



.png)