કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકો માં ખુશીની લહેર

0
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકો માં ખુશીની લહેર જોવા મળી છે, શિક્ષકની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવનાર અનંત પટેલ છેલ્લા બે ટર્મથી વાંસદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે અને હવે કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે તેમની પસંદગી કરતા આદિવાસી મુદ્દાને કેન્દ્રમાં રાખી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે.





રાજકીય સફર
2004 થી રાજકારણમાં સક્રિય થયેલા અનંત પટેલ સૌપ્રથમ 2004માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જનમિત્ર તરીકે જોડાયા હતા ત્યારબાદ 2007 થી 2012 સુધી ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા હતા, સાથે જ તેઓ સરપંચ એસોસિએશનના મહામંત્રી તરીકે પણ કાર્યકર્તા હતા 2009માં વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા 2012માં વલસાડ લોકસભા યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી,2013 થી 2016 સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કાર્ય કર્યું હતું,2016 માં વાસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કાર્ય કર્યું પ્રથમ વખત 2017માં વાંસદામાં ધારાસભ્ય ચૂંટાયા, 2000માં ફરી વખત વાંસદાના મતદારોએ તેમના ઉપર ભરોસો રાખ્યો અને જીત અપાવી અને હવે 2024 માં કોંગ્રેસ પક્ષ તરફથી વલસાડ લોકસભા મત વિસ્તારમાં તેઓ આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top