કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર,યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો

0
લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં 43 નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસની આ યાદીમાં આસામના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશના છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકરોને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી અનંત પટેલને ઉમેદવાર બનાવાયા છે.


        



આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.




ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
  • અમદાવાદ પશ્ચિમથી  ભરત મકવાણા
  • અમદાવાદ પૂર્વ  રોહન ગુપ્તા
  • બારડોલીથી  સિદ્ધાર્થ ચૌધરી
  • વલસાડથી  અનંત પટેલ
  • પોરબંદરથી  લલિત વસોયા
  • કચ્છથી-મિતેષ લાલણ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top