બારડોલીમાં પ્રભુ વસાવા કે સિદ્ધાર્થ ચૌધરી? ઈતિહાસ અને જ્ઞાતિ સમીકરણે વધાર્યું ભાજપનું ટેન્શન

0
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં.


ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તા.16 માર્ચ 2024ના રોજ જાહેરાત કરાઈ છે. ત્યારે આ ચૂંટણી જાહેરાતથી રાજકીય પાર્ટીઓ પૂર જોશમાં ચૂંટણી જીતની આશાવાદી અભિગમ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આ તમામ ઉમેદવારોના પ્રચાર પડઘમ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે આજે બેઠક બોલે છેમાં બોરડોલી લોકસભા બેઠકની વાત કરીશું. આ બેઠક પર ભાજપના પ્રભુ વસાવા V/S કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રાજકીય જંગ જામ્યો છે.

બારડોલી લોકસભા
  • ભાજપ- પ્રભુ વસાવા
  • કોંગ્રેસ- સિદ્ધાર્થ ચૌધરી
2019નું પરિણામ
ભાજપ- પ્રભુ વસાવા
પરિણામ-જીત

કોંગ્રેસ- તુષાર ચૌધરી
પરિણામ- હાર

કોણ છે પ્રભુ વસાવા?
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. 2014માં બારડોલી લોકસભામાં ભાજપ તરફથી ચૂંટાયા હતા. 2019માં પણ જીત મળી હતી. ભાજપે ત્રીજી વાર રિપીટ કર્યા છે. સહકારી આગેવાન છે. સંગઠનક્ષેત્રે પણ સારી કામગીરી છે.

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?
સિદ્ધાર્થ ચૌધરીના પિતા આદિવાસી સમાજમાં આગળ પડતું નામ છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ અપક્ષ ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે યુવા નેતા તરીકે આગળ કર્યા છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો છે. તેઓ નિર્વિવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા ધરાવે છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે.

બારડોલી બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે.

બારડોલીમાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
  • માંગરોળ
  • માંડવી
  • કામરેજ
  • બારડોલી
  • મહુવા
  • વ્યારા
  • નિઝર
બારડોલીનું જ્ઞાતિ સમીકરણ
આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top