Delhi : કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર:28 માર્ચ સુધી EDના રિમાન્ડ પર રહેશે

0
અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર રહેશે. જોકે આજે ઈડીએ 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.દિલ્હી લિકર પોલિસી કેસમાં પીએમએલએ કોર્ટે 3 કલાકની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ પહેલા કેજરીવાલને શુક્રવારે બપોરે 2 વાગે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બપોરે 2.15 વાગ્યે શરૂ થઈ અને 5.15 વાગ્યા સુધી ચાલી હતી.



આ દરમિયાન EDએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સાથે જ સીએમને આ મામલાના માસ્ટર માઈન્ડ પણ ગણાવ્યા હતા. સાથે જ દાવો કર્યો છે કે આ કેસ સાથે સંબંધિત ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. ઘણા ફોન તોડી નાખવામાં આવ્યા છે. દિલ્હીની લીકર પોલિસી બનાવવામાં કેજરીવાલ સીધા જ સામેલ હતા. બે વખત રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પહેલા રૂપિયા 10 કરોડ અને પછી રૂપિયા 15 કરોડ આપવામાં આવ્યા. કેજરીવાલ પંજાબ અને ગોવાની ચૂંટણી માટે ફંડ ઇચ્છતા હતા. ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો.કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ED પાસે બધું જ છે તો ધરપકડની જરૂર કેમ પડી? 80% લોકોએ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે એવું પણ કહ્યું ન હતું કે તે ક્યારેય પણ તેમને મળ્યા હતા.


ED વતી એડીશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ અને અરવિંદ કેજરીવાલના વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ તેમની દલીલો રજૂ કરી હતી. દરમિયાન વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા. કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને રાત ED લોકઅપમાં વિતાવી હતી.આ પહેલા કેજરીવાલ પોતાની ધરપકડના વિરોધમાં સવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચ સામે થોડા સમય બાદ જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને અરજી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કોર્ટને કહ્યું- કેજરીવાલના વકીલ જસ્ટિસ સંજીવ ખન્નાને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઈ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાયલ કોર્ટમાં અમે પહેલા રિમાન્ડ પ્રોસીડિંગ પર લડીશું અને પછી એક અન્ય અરજી સાથે સુપ્રીમ કોર્ટ આવીશું.

કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓએ દિલ્હીના ITO ખાતે પ્રદર્શન કર્યું. દિલ્હી સરકારના બે મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને પોલીસે કસ્ટડીમાં લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સીએમ કેજરીવાલના ઘરે જઈને તેમના પરિવારને મળી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top