કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે 9મી માર્ચના નર્મદા જિલ્લામાં આવશે અને ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી યાત્રા ચાલશે. જેમાં હરસિદ્ધિ માતાજીના દર્શન કરશે અને આંબેડકર ચોક ખાતે જાહેર જનતાને રાહુલ ગાંધી સંબોધન કરશે. જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરોને જરૂરી જવાબદારીઓ સોંપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરોની એક બેઠક કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ધારાસભ્ય પી.ડી.વસાવા, મહિલા પ્રમુખ જેરમાબેન વસાવા, યુથ કોંગ્રેસ પ્રમુખ તાલુકા પ્રમુખો સહિત આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસી હાજર રહ્યા હતા અને જરૂરી કામગીરીની વહેંચણી કરી હતી.
કોંગ્રેસના સિનિયર રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુએ ભાજપની રાજનીતિ સામે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, અમારા નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને લોકોમાં મોટો ઉત્સાહ છે. મોટી સંખ્યા લોકો કોંગ્રેસ વિચારધારા સાથે જોડાય છે, જેમાં ભાજપની ચિંતા વધી છે, ભાજપ પક્ષમાં નેતૃત્વની કમી છે. એટલે કોંગ્રેસના સિનિયર તૈયાર નેતાઓ લેવા માટે તલપાપડ થઈ રહી અને કોંગ્રેસના તૈયાર નેતા લઈને ભાજપને મજબૂત બનાવી રહ્યા છે.


.png)