વાંસદા તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ વિસ્તારમાં હોળીનો પર્વ ખૂબજ મહત્વ ધરાવે છે. આ વિસ્તારના લોકો મજૂરીકામે બહારગામ જતા હોય પણ હોળી નજીક આવતાની સાથે લોકો પોતાના ઘરે આવે છે. હોળી ઉત્સવના હાટ બજારમાં ગ્રાહકો નહીં હોવાથી વ્યાપારીઓમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. વાંસદામાં શુક્રવારના રોજ હોળીના હાટ બજારમાં અમદાવાદ, બરોડા, મુંબઈ સહિતના વ્યાપારીઓ હાટ બજારમાં દુકાન લગાવતા હોય છે. જેમાં બૂટ-ચંપલ, કપડાં, ખજૂર કોપરા, હરડા જેવા ઘણા વેપારીઓએ દુકાનો લગાવી હતી.
આ વર્ષે હોળીના હાટ બજારમાં ગ્રાહકોની કમીને લઈ વેપારીઓમાં નિરાશા ફેલાઇ હતી. બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી પ્રતાપ હાઇસ્કૂલ સામે વેપારીઓને દુકાન લગાવવાની ના પાડતા વેપારીઓની જગ્યા બદલાઈ જતા મોટુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગાંધી મેદાનમાં પટ્ટા પાડી દુકાનો ફાળવાતા દુકાનદારોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદાના પીએસઆઈ જયદીપસિંહ ચાવડાની ટીમે હોળીના બજારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ ગોઠવતા શાંતિપૂર્ણ માહોલમાં હાટ પૂર્ણ થયો હતો. હાટ બજારમાં ભવાની માતાના મૂક્ટ પહેરીને નૃત્ય કરતા નજરે પડે છે.


.png)