ઓલપાડ મામલતદાર ઓફિસનો સબ રજીસ્ટાર 300ની લાંચ લેતા ઝડપાયો

0
સુરત જિલ્લાના ઓલપાડ મામલતદાર ઓફિસનો સબ રજીસ્ટાર 300ની લાંચ લેતા ઝડપાયો હતો. જાગૃત નાગરિકે એ.સી.બી.ને સાથે રાખી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો. ACB દ્વારા કરાયેલી કાર્યવાહીને લઈને લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.




એ.સી.બી.ને માહિતી મળી હતી કે, સબ રજીસ્ટાર સુરત 09 અબ્રામાં સબ રજીસ્ટારની કચેરી ઓલપાડ સુરત ખાતે દસ્તાવેજની નોંધણી કરવાના અવેજ પેટે કચેરીમાં કામ કરતા અધિકારી/કર્મચારીઓ દ્વારા રૂ.100થી લઈને 1000 સુધીની ગેરકાયદેસર માંગણી કરતા હોવાની ફરિયાદ મળી હતી. જે માહિતીના આધારે સહકાર આપનારનો સંપર્ક કરી આજરોજ ડિકોયનું આયોજન કરવા ડિકોયરનો સહકાર મેળવી ડિકોયરની મિલ્કતના દસ્તાવેજની નોંધણી કરવાના અવેજ પેટે ડિકોયર સાથે આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી હતી. રૂ.300ની લાંચની માંગણી કરી સબ રજીસ્ટાર નરેશભાઇ રમણભાઇ પટેલ લાંચ સ્વીકારતા પકડાઇ જતા સુરત એસીબીએ અટક કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top