વ્યારા તાલુકાના ઝાંકરી ગામ પાસેના આંતરિક રોડ પર થઈ પગપાળા પસાર થઈ રહેલાં એક આધેડને પાછળથી ધસી આવેલી એક ટવેરા કારના ચાલકે અડફેટમાં લીધાં હતાં.આ બનાવ માં આધેડ ને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે વ્યારા પોલીસ મથકે કૈલાસ ભાઈ ગામિતે આપેલી ફરિયાદ મૂજબ તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે અને તેમના દાદા બાબલિયા ભાઈ રેશ્મા ભાઈ ગામીત (75) હાલ નિવૃત જીવન ગાળતા હતાં. મંગળવારે મોડી સાંજે તેઓ ગામ માં ફરવા ગયા હતાં અને ત્યાં થી તેઓ સાંજે આશરે 7.15 કલાકે પગપાળા ડોલારા છેવડી રોડ પર થઇ પરત ઘરે આવવા માટે નીકળ્યાં હતાં.
આ સમયે એક ટવેરા કારનો ચાલક અનિલ બલ્લુભાઈ ગામીત રહે. નિશાળ ફળિયું છેવડી ગામ તા.વ્યારા પોતાની ટવેરા કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-05-CN-2361 છે તે પૂરઝડપે અને ગફલત ભરી હંકારી આગળ ચાલતાં બાબલિયાભાઈ ગામીતને અડફેટમાં લીધા હતાં. તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં 108 વાનની મદદથી વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં ફરજ પર ના ડૉકટરે બાબલિયા ભાઈ ને તપાસી તેમને મરણ પામેલાં જાહેર કર્યા હતાં.આ બનાવ અંગે અકસ્માત સર્જી નાસી ગયેલાં છેવડી ગામ ના અનિલ બલ્લુ ગામીત સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


.png)