નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પર આવેલા નારણપુર ગામ પાસે અકસ્માત ના બનાવમાં એક યુવક નું મોત

0
નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પર આવેલા નારણપુર ગામ પાસે શુક્રવારે રાત્રે સર્જાયેલા અકસ્માત ના બનાવમાં એક કાર ચાલકે બાઈક ને ટક્કર મારતાં આ બાઈક બાજુમાં ચાલતાં ટ્રેક્ટર માં ઘૂસી ગઈ હતી.આ બનાવમાં બાઈક પર સવાર ચાર યુવકો પૈકી એક નું મોત થયું હતું જ્યારે બે ને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.




આ અકસ્માત ના બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મૂજબ નારણપુર ગામે રહેતાં અંકુશ ભાઈ યશવંત ભાઈ વળવી (22) નામનો યુવક તેની બાઈક નંબર MH-39-P-4135 પર તેના અન્ય ત્રણ મિત્રો ને બેસાડી ઉચ્છલ ના કરોડ ફાંટા થઈ વડપાડા ગામે માછલી લેવા જવા નીકળ્યાં હતાં.આ બાઈક ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર આવેલાં નારણપુર ગામ ની સીમમાં થઈ પસાર થતી હતી ત્યારે એક ક્રેટા કાર નો ચાલક કે જેનો નંબર MH-02-EP-1604 છે તે પોતાની કાર પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામે થી આવતી બાઈક ને ટક્કર મારી હતી.આ જ વખતે અકસ્માત ગ્રસ્ત બાઈક બાજુ માં ચાલતાં એક ટ્રેક્ટર માં ઘુસી જતાં પ્રાણ ઘાતક અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં બાઈક ચાલક અંકુશ ભાઈ વળવી (22) ને બંને પગ માં અને માથા માં ગંભીર ઇજા થઇ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે તેની સાથે બાઈક પર નીકળેલાં વિશાલ જનતા ભાઈ વળવી (25) અને વિશાલ રામસિંગ વસાવા (27) બંને રહે.નારણપુર ને પગ માં અને શરીરે ગંભીર ઇજા થતાં તેમને 108 વાન ની મદદ થી વધુ સારવાર અર્થે વ્યારા ની જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યારે રોનક અવિનાશ વસાવા ને પણ સામાન્ય ઇજા થતાં સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ અકસ્માત ના બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે જેન્તા ભાઈ વળવી એ આ અકસ્માત સર્જનાર મહારાષ્ટ્ર પાસિંગની ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top