નવસારી શહેરના બી. આર ફાર્મ અને ઓમ પાર્ટી પ્લોટમાં ધૂળેટીના વ્યવસાયિક આયોજન થયા, હજારોની સંખ્યામાં યુવાધન ક્લબમાં હિલોળે ચડ્યું

0
નવસારી શહેર અને જિલ્લામાં ધુળેટી ની ઉજવણી થઈ રહી છે જેમાં વ્યવસાયિક આયોજનોમાં મોટી સંખ્યામાં યુવાધન રેન ડાન્સની મજા લીધી હતી. નવસારી શહેરમાં બે અને જિલ્લામાં વ્યવસાયિક આયોજનો થકી રેન ડાન્સ ની મજા યુવાદ અને માણી હતી.





ડીજેના તાલ અને ઉપર થી વરસતા કુત્રિમ વરસાદ નીચે યુવક અને યુવતી હોય ધુળેટીને કોઈપણ ચિંતા મૂકી માણી હતી. પરંપરાગત આયોજન ની સામે વ્યવસાયિક આયોજનો માં મોટી સંખ્યામાં હવે ભીડ જોવા મળે છે. જેમાં નવસારી શહેરના બી.આર ફાર્મમાં 1,000 થી વધુ યુવાનો ધુળેટી ની ઉજવણીમાં જોડાયા હતા.

કોઈ મડ ધુળેટી ઉજવી રહ્યું હતું તો કોઈ સેલ્ફી લઈ રહ્યું હતું આવા ઘેલા બનાવતા વાતાવરણમાં સૌ કોઈ ધુળેટીના રંગમાં રંગાયું હતું. સુરત અમદાવાદ રાજકોટ સહિત જિલ્લા કક્ષાઓના શહેરોમાં પણ આવા પ્રકારના આયોજનો હવે આમ વાત થઈ છે નવસારી જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી વ્યવસાયિક આયોજનો થકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. ગલી મોહન અને શેરીમાં થતી ઉજવણી ની સાથે સાથે પાર્ટી પ્લોટ અને ક્લબ હાઉસમાં પણ મોટા આયોજનો થાય છે જેમાં ખ્યાતનામ ડીજે ને બોલાવી બોલીવુડની અલગ અલગ ધૂન પર યુવાધન ડોલે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top