સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા ડાયમંડ કંપનીના કર્મચારીએ ફેસબુક ઉપર શેરબજારમાં દિવસના 15 થી 20 ટકા નફાની જાહેરાત જોઇ રોકાણ કરવા જતા ભેજાબાજોએ શરૂઆતમાં ટ્રેડીંગ થકી નફા કરાવ્યા બાદ આઇપીઓમાં રોકાણની લાલચ આપી રૂ. 20 લાખ ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાય છે.

વરાછાના ગીતાંજલી સ્થિત કિરણ ડાયમંડમાં નોકરી કરતા બ્રિજેશ ઠાકોર રાણા (ઉ.વ. 47 રહે. સુગમ સોસાયટી, ધબુવાલાની શેરી, સગરામપુરા) એ મહિના અગાઉ ફેસબુક ઉપર શેરબજારમાં રોકાણ કરવાથી દિવસના 15 થી 20 ટકા નફાની જાહેરાત જોઇ ક્લિક કરતા વ્હોટ્સએપ ઓપન થવાની સાથે વીઆઇપી11 (વેલ્થ ટ્રેનીંગ કેમ્પ) ગૃપનો મેમ્બર બની ગયો હતો. ગૃપના સભ્યો શેર ખરીદ-વેચાણ અને નફાના સ્ક્રીનશોટ અપલોડ કરતા હતા. દરમિયાનમાં ગૃપ એડમિને તમે ડેમો જોવા માંગો છો એમ કહી બ્રિજેશને એક લીંક મોકલાવી હતી. જે લીંક ઓપન કરતા એલીવર્લ્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઇ હતી અને તેમાં આઇડી-પાસવર્ડ જનરેટ થયા હતા. ત્યાર બાદ ટ્રેડીંગ એકાઉન્ટ ઓપન કરવા માટે ડોક્યુમેન્ટસ મંગાવી રૂ. 1 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બ્રિજેશ પાસે સમય ન હોવાથી એઆઇ મોડ સિલેક્ટ કરતા ઓટો ટ્રેડીંગ થતું હતું અને તેમાં નફો પણ થતો હતો. આ રીતે બ્રિજેશનો વિશ્વાસ કેળવ્યા બાદ આઇપીઓમાં ભરવાનું કહી રૂ. 5 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને 30 થી 45 દિવસમાં નફા સાથે રીફંડ મળશે એવું કહ્યું હતું. પરંતુ બીજા દિવસે જ બ્રિજેશના આઇડીમાં બેલેન્સ ડબલ થઇ ગયું હતું અને બીજી વખત આઇપીઓ ભરવાનું કહેતા રૂ. 5 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને નફા સાથે રૂ. 27.75 લાખનું બેલેન્સ થઇ ગયું હતું. ત્યાર બાદ અમારી કંપનીના ઉપરી અધિકારી વિરદ ગાંધી છે અને મોટી સંસ્થામાં કામ કરે છે, તેમણે બે ટીમ બનાવી છે જેમાં સિલ્વર ટીમને 5 ટકા અને ગોલ્ડન ટીમને 7 ટકા ડિસ્કાઉન્ટ આપે છે અને જો તમે 20 વખત લિવરેજનો ઉપયોગ કરો તો તમારો નફો 20 ગણો વધી જશે. પરંતુ તેના માટે નફા સાથેનું બેલેન્સ ગણાશે નહીં અને તમારે રૂ. 30 લાખના બેલેન્સ માટે રૂ. 10 લાખ જમા કરવા પડશે અને રૂ. 10 જમા કરવા પડશે અને રૂ. 10 લાખ કંપની વગર વ્યાજની લોન આપશે. જેથી જેથી બ્રિજેશે રૂ. 10 લાખ ટ્રાન્સફર કર્યા બાદ અચાનક જ વીઆઇપી11 નામના વ્હોટ્સએપ ગૃપમાંથી રીમુવ થઇ જવાની સાથે એલીવર્લ્ડ એપ્લિકેશનમાંથી પણ આઇડી ડિલીટ થઇ ગયું હતું.


.png)