રાજ્યના વાતાવરણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બદલાવ આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમદવાદમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. એકાએક અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી વાતવારણમાં અમદમ ઠંડક પ્રસરી હતી.
પોરબંદરમાં કમોસમી વરસાદ
પોરબંદર જિલ્લામાં પણ માવઠુ પડ્યુ છે. માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા રવીપાકમાં નુકસાન થયુ છે. બરડા પંથકના મોઢવાડા. રામવાવ, બગવદર અને કુણવદર સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમે વરસાદ વરસતા ધાણા,જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાન થયુ છે
વડાલી અને ઈડર પંથકમાં વરસાદ
સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. વડાલી અને ઈડર તાલુકા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. માથાસુર, ચામુ, ફલાસણ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે
બહુચરાજી સહિતના પંથકમાં વરસાદ
મહેસાણા જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બહુચરાજી, ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઝરમર શરૂ થયેલ વરસાદ થોડા સમયમાં ધોધમાર વરસ્યો હતો. બહુચરાજી સહિતના પંથકમાં વરસાદ સાથે કરા પડયા હતા તો વરસાદથી જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા છે.
બનાસકાંઠા મુસીબતનો માવઠો
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પાલનપુર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુતેડી ગામમાં લગ્નમાં વરસાદનુ વિઘ્ન આવ્યો છે. ભુતેડી ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વરસાદના કારણે લગ્નનો મંડપ પણ ઉડી ગયો છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
.png)


.png)