રાજકોટમાં શિક્ષણજગતને લાંછનરૂપ વધુ એક ઘટના સામે આવી છે.સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી એક બે નહીં પરંતુ ચાર-ચાર સગીર વયની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપાલને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો નેતા છે અને પોતે ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.


.png)