લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને અનુલક્ષીને નિવાસી અધિક કલેક્ટરે પોસ્ટલ બેલેટની કામગીરીમાં જોડાયેલ નોડલ અને સહ નોડલ અધિકારીઓને તાલીમ અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.વ્યારા માં નિવાસી અધિક કલેક્ટરએ તાલીમમાં ઉપસ્થિત સૌ અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી અંગે સુધારાની માહિતી આપીને કાળજીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં પોસ્ટલ બેલેટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરું પડ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ અધિકારી, કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરની સમગ્ર પ્રકિયા વિશે સમજણ પુરી પાડી હતી. ઉપરાંત ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકારી, કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો બહુમૂલ્ય મત આપવા પ્રેરિત કર્યા હતા.


.png)