રાજપીપળા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ. જેમાં કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા પાલિકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં 89 કરોડનું બજેટ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભામાં રાજપીપળા પાલિકા ઉપપ્રમુખ ગિરિરાજ ખેરે જણાવ્યું હતું કે, રાજપીપળા નગરપાલિકાની આજની સામાન્ય સભામાં 89 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે. સાથે સાથે છ માસિક નવ માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે. જે પણ બાકીના વિકાસના કામો છે તેને બજેટ માં લઇ આગામી સમયમાં રાજપીપળાને નંદનવન કેવી રીતે બનાવાયએ બાબતની ચર્ચા આ સામાન્ય સભામાં થઈ છે. આમ રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
નગરપાલિકાના એન્જિનિયર ભરત આહીરની બદલી માંડવી ખાતે થઈ હતી. માટે તેઓ રાજપીપળા નગરપાલિકામાંથી જવાના હોવાથી ભરતભાઈ આહિરનું પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, કારોબારી ચેરમેન સહિતનાઓએ સન્માન કર્યું હતું.


.png)