સોનગઢ પોલીસ સ્ટાફ મહારાષ્ટ્ર ના લ ક્કડકોટ રોડ પર ના સોનગઢ પરોઠા હાઉસ પાસે ચેક નાકા પાસે ફરજ પર હતો ત્યારે બાતમી મળી હતી કે એક મોપેડ ની ડીકી માં લક્કડકોટ થી દારૂ લઈ સોનગઢ તરફ આવી રહ્યો છે. આ આધારે વોચ ગોઠવતા બાતમી વાળી મોપેડ GJ-26-S-5561 નજરે પડતાં અટકાવવા ની કોશિશ કરી હતી પણ ચાલક પૂરઝડપે નાસવા માંડ્યો હતો.

પોલીસે પીછો કરી કિકાકુઈ પાટિયા નજીક એક હોટેલ પાસે ઝડપી લીધો હતો. તપાસ કરતાં તેનું નામ વિપુલ ગામીત હોવા નું બહાર આવ્યું હતું મોપેડ ની ડીકી માંથી રૂ.4350 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.35350 નો મુદ્દામાલ સીઝ કરી વિપુલ ની અટક કરી હતી.


.png)