વાપી પાલિકાની સભામાં માત્ર 5 મિનિટમાં 10 ટકા વેરા વધારાને મંજૂરી, 80 હજાર મિલકત ધારકો પર બોજો

0
વાપી પાલિકાની ગુરૂવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ખુદ ચીફ ઓફિસર, વિપક્ષના નેતા,શાસક પક્ષના 15 સભ્યોની ગેરહાજરી વચ્ચે વાપી પાલિકા વિસ્તારના 80 હજાર મિલકત ધારકો સામે 10 ટકા વેરા વધારાનો નિર્ણય કરાયો હતો. મિલકત વેરો વધારવા અંગે કોઇ પણ જાતની ચર્ચા વિના માત્ર 5 મિનિટમાં સભા પૂર્ણ જાહેર કરી દેવાતાં ભારે આશ્વર્ય ફેલાયું હતું. આ નિર્ણયના કારણે વાપી મિલકત ધારકોના માથે વધુ આર્થિક ભારણ વધશે. જો કે આવનારા દિવસોમાં આ મુદો વિરોધનું કેન્દ્ર બની શકે છે.




વાપી પાલિકાની ખાસ સામાન્ય સભા ગુરૂવારે સવારે 11.30 કલાકે પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં ચીફ ઓફિસર કોમલબેન ડી.ધીનૈયા,વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલ તથા પાલિકાના 15 જેટલા સભ્યો ગેરહાજર જોવા મળ્યા હતાં. સભાની શરૂઆતમાં પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહે વાપીને મહાનગરપલિકા દરજજા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાણામંત્રી કનુભાઇ દેસાઇનો આભાર માની હાજર સભ્યોએ તાળીઓ સાથે નિર્ણયને વધાવ્યો હતો. આ સાથે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગના પત્ર અંતગર્ત વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજજો આપવા અંગે સરકારમાં દરખાસ્ત કરાશે. આ સાથે નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ-ક્ષેત્રફળ એરિયા આધારીત લાગુ કરવામાં આવેલા મિલક્ત વેરાના દરમાં દર બે વર્ષે 10 ટકા નિયમોનુસાર વધારો કરવા અન્વયે સને 2024-25માં મિલક્ત વેરાનો દરમાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. વિપક્ષના નેતાની ગેરહાજરીના કારણે ડુંગરાના વિપક્ષના સભ્યએ વેરા વધારા અંગે વિરોધ નોંધાવ્યો હતો. જેથી વાપીના 80 હજાર મિલકત ધારકોએ 10 ટકા વધુ વેરો ચુકવવો પડશે. સભ્યોની પાંખી હાજરી વચ્ચે મળેલી સભા માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરી દેવાઇ હતી.

સભા બાદ વિપક્ષે વેરા વધારાનો વિરોધ કર્યો વાપી પાલિકાની સામાન્ય સભા 11.35 કલાકે મળી હતી.આ સભા 5 મિનિટમાં જ પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના યુવાન વરુણે 10 ટકા વેરા વધારાના નિર્ણય સામે વિરોધ દર્શાવી વિપક્ષના નેતા ખંડુભાઇ પટેલનો લેટર પાલિકામાં આપ્યો હતો. જો કે અગાઉથી પાલિકાની સામાન્ય નક્કી હતી આ સાથે 10 ટકા વેરા વધારા થવાનો એજન્ડો પણ હતો, આમ છતાં કોંગ્રેસના નેતાઓ ચાલુ સભાએ લેખિતમાં વિરોધ કરી શકયા ન હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top