ડાંગની આઠ વર્ષિય બાળકી પ્રિયલ મહેશભાઇ ચૌધરી આજથી વીસેક દિવસ પહેલા જ આંબલી ખાઈ રહી હતી. તે સમયે જ આંબલીનો ઠળિયો તેણીની શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. થોડા દિવસો બાદ પ્રિયલને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એથી પિતા મહેશભાઇ દીકરી પ્રિયલને ગામના હેલ્થ સેન્ટર પર લઈ ગયા હતા. જ્યાં તેણીને સારવાર ચાલી રહી રહી હતી. પણ પ્રિયલની તબિયતની કોઈ સુધાર આવી રહ્યો ન હતો.
જેથી તેણીને વધારે સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઈ હતી. જ્યાં પ્રિયલની તપાસ કરતા ઠળિયો શ્વાસનળીથી સીધા જ ફેફ્સામાં ઊતરી ગયો હોવાનું જણાયું હતું તથા ઠળિયો ફૂલી પણ ગયો હોવાનું પણ જણાયું હતું. જેથી પ્રિયલને તાકિદે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હાલ પ્રિયલની તબિયત સારી હોવાનું તબીબી સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

.png)