Tapi : સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ નજીક ડીઝલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો

0
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ નજીક થી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપની ની પાઇપ લાઈન માં શુક્રવારે સવારે અચાનક જ ડીઝલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ સંદર્ભે કંપની દ્વારા તાપી જિલ્લા વહીવટી વિભાગ ને જાણ કરવામાં આવતાં તાત્કાલિક નગર પાલિકા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, દ.ગુ વીજ કંપની નો સ્ટાફ, પોલીસ તંત્ર ના લોકો સ્થળ પર પહોંચી ગયા હતાં




કંપની ના સ્ટાફ સાથે મળી પાઇપ લાઈન માં થયેલું લીકેજ બંધ કરવામાં સફળતા મેળવી હતી.સોનગઢ ના બરડીપાડા ગુણસદા ખાતે કાર્યરત ઇન્ડિયન ઓઇલ ના પાઇપ લાઈન ડેપો દ્વારા શુક્રવારે સવારે આમલીપાડા ગામે મામલતદાર સોનગઢ નલિની બહેન ચાંપાનેરીયા ના અધ્યક્ષ સ્થાને ઓફ સાઈડ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શરૂઆતમાં કંપની ની પાઇપ લાઈન નો ચેકિંગ સ્ટાફ એક ખેતર માં ચેકિંગ દરમિયાન પાઇપ લાઈન માં લીકેજ નિહાળે છે

પ્રથમ મુખ્ય પ્રચાલન પ્રબંધક જી.સી.વહાણે ને જાણ કરી હતી. જેથી તેઓ પ્રથમ કંપની માંથી સ્ટાફ ને મોકલી લીકેજ પર કાબુ મેળવવા પ્રયાસ કરે છે અને આ જ સમય દરમિયાન લીકેજ ના સ્થાને અચાનક આગ ફાટી નીકળે છે.જો કે કંપની ના ઓછાં સંસાધન ના કારણે તેઓ આગ પર કાબુ મેળવી શકતાં નથી જેથી પ્રચાલન પ્રબંધક પ્રિયેશ કુમાર અને એચ આર ગવળી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ને સમગ્ર ઘટના ની જાણ કરવામાં આવી હતી અને મદદ માંગી હતી અને નજીક આવેલા પેપર મિલ તથા ઉકાઈ થર્મલ ના ઇમરજન્સી સ્ટાફ, આરોગ્ય વિભાગ,પોલીસ તંત્ર ને પણ જાણ કરવામાં આવી હતી.સોનગઢ પાલિકા ના ફાયર બ્રિગેડ ના જવાનો એ આગ પર પાણી અને કેમિકલ નો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો

ન્ડિયન ઓઇલ કંપની ના ટેક્નિશિયનો એ આધુનિક સાધનો નો ઉપયોગ કરી પાઇપ લાઈન લીકેજ ના સ્થાને કલેમ્પ મારી પાઇપ લાઈન નું લીકેજ બંધ કરી દીધું હતું.એકાદ કલાક ની કામગીરી બાદ આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રિલ હોવા નું જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આ મોક ડ્રિલ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.ગ્રામજનોને હાશકારો થયો હતો.
આ કાર્યક્રમમાં પોસઇ કે.એલ ચૌધરી સહિત આરોગ્ય,દ. ગુ.વીજ કંપની અને તાપી જિલ્લા આપત્તિ વ્યસ્થાપન ના પ્રતિનિધિ સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top