પોલીસ દળની વિવિધ 12 હજાર જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત

0
રાજ્યના પોલીસ દળ વર્ગ 3ની ખાલી જગ્યાઓ તત્કાલ ભરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા પોલીસ દળની વિવિધ સંવર્ગની 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.





કઈ જગ્યાઓ પર થશે ભરતી: 
આ બોર્ડ દ્વારા આગામી સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની ૪૭૨ જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૬,૬૦૦ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૩,૩૦૨ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની ૧,૦૦૦ જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની ૧,૦૧૩ જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની ૮૫ જગ્યાઓ મળી કુલ ૧૨,૪૭૨ જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

પોલીસ ભરતી બોર્ડ કરશે ભરતી: ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે. પોલીસ દળ વર્ગ-૩ની સીધી ભરતી પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે. હવેથી પોલીસ દળ વર્ગ-૩ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.

પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, પ્લાટુન કમાન્ડર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF), જેલ સિપોઈ(મેલ) તથા જેલ સિપોઈ(ફીમેલ) ઉપરાંત પોલીસ ખાતાના વર્ગ-૩ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓ તથા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવતી રાજ્ય પોલીસ દળના વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની અને તે અંગેની તમામ કાર્યવાહી કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top