કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેષ લાલનને ટિકિટ અપાઇ છે.

કોંગ્રેસે કચ્છ, અમદાવાદ વેસ્ટ અને બારડોલીમાં એવા ચહેરાને મેદાને ઉતાર્યા છે જેણે સૌને ચોંકાવી દીધા છે. કચ્છ બેઠક પરથી નિતેષ લાલનને ટિકિટ મળી છે. નિતેષ લાલન પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ છે અને યુવા ચહેરો છે. અમદાવાદ વેસ્ટથી જેને ટિકિટ મળી છે તે ભરત મકવાણાના પિતા યોગેન્દ્ર મકવાણા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. જ્યારે તેમના માતા શાંતાબેન મકવાણા ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે.
.png)

.png)