સોનગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતાં ખેડૂત ના ઘર માં રાખેલા કબાટ માંથી અજાણ્યો ચોર ઈસમ રોકડા રૂપિયા 40,000 ની ચોરી કરી નાસી ગયો હોવા ની ફરિયાદ નોંધાઇ હતી.સોનગઢ ના ટોકરવા ગામે વિશ મહુડા ફળિયા માં રહેતા દાનીયેલ મિરિયા ગામીત ખેતી અને પશુ પાલન કરી ગુજરાન ચલાવે છે.તેમની પાસે ચાર જેટલી ગાય હતી પણ એ પૈકી ની એક ગાય તોફાની હોય એમણે ગત તારીખ ચોથી માર્ચે એક અજાણ્યા વેપારી ને રૂ.40,000 માં વેચી દીધી હતી અને આ વેપારી એ આપેલાં રોકડા રૂપિયા

ઘર માં રાખેલા પતરાં ના કબાટ માં મૂકી દીધા હતાં.બપોરે 2.30 કલાક ના અરસા માં કબાટ ની ચાવી રસોડા માં કુકર ના નીચે મૂકી દરવાજા ને આડો કરી આ ખેડૂત દંપતી સીમમાં આવેલાં ખેતર તરફ ખેતી કામ માટે ચાલી ગયાં હતાં. તેઓ મોડી સાંજે 5.30 કલાકે ખેતરે થી પરત આવતાં ઘર નો દરવાજો ખુલ્લો જોયો હતો.ઘર
માં તપાસ કરતાં રૂમમાં રહેલ કબાટ ખુલ્લો પડ્યો હતો અને તેમાં મૂકવામાં આવેલાં રોકડા રૂપિયા 40,000 ની ચોરી થઈ હોવા નું બહાર આવ્યું હતું જ્યારે કબાટ ની ચાવી કુકર નીચે થી જ મળી આવી હતી.આ અંગે દાનીયેલ ભાઈ એ અજાણ્યા ચોર ઈસમ સામે તેમના ઘર માં પ્રવેશ કરી કુકર નીચે મુકેલી કબાટ ની ચાવી લઈ અથવા ડુપ્લીકેટ ચાવી વડે કબાટ નો દરવાજો ખોલી તેમાં મૂકેલા રૂ.40,000 ની ચોરી કરી નાસી ગયા બાબતે ફરિયાદ નોંધાવી હતી.


.png)