સાગબારા તાલુકાની સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં પંચાયતના તમામ હોદ્દેદારો સરકારી નાણાંનો વેડફાટ કરી ઉપ સરપંચના જ ભાઈને કોન્ટ્રાક્ટ આપી પોતાના જ ખેતરમાં જુના કામ ઉપર બીજુ કામ બતાવી ઠરાવ લીધા વગર નાણાંનો ભ્રષ્ટાચાર આચરતાં હોવાનો પંચાયતના હોદ્દેદારો ઉપર ગ્રામજનો એ આક્ષેપ લગાવ્યો છે. જોકે આ આક્ષેપ કેટલો સાચો કે ખોટો છે જેની પ્રાંતઅધિકારી તપાસ હાથ ધરી છે.
સેલંબા ગામના લોકોએ અને પંચાયતના સભ્યોએ પ્રાંત અધિકારીને કથિત ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તેમની ગૃપ ગ્રામ પંચાયતના હોદ્ેદારો અને સભ્યો વિકાસ કામો બાબતે ઠરાવ કર્યા વિના જ સરપંચના ઘરે બોગસ દસ્તાવેજો બનાવીને સરકારી ગ્રાંટનો દૂર ઉપયોગ કરી રહયાં છે. ડેપ્યુટી સરપંચના ભાઇને જ કોન્ટ્રાકટ આપી ઘી ઢળે તો પણ ખીચડીમાં જેવો ઘાટ કરવામાં આવી રહયો છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.


.png)