Surat: ઘલા ગામની સીમમાં ટ્રકચાલકે બાઇકને અડફેટમાં લેતાં બાઇકચાલકનું મોત

0
કામરેજ પોલીસની હદમાં આવેલ ઘલા ગામની સીમમાં ટ્રકચાલકે બાઇકને અડફેટમાં લેતાં બાઇકચાલકનું હોસ્પિટલ બિછાને મોત નીપજી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






પ્રાપ્ત માહિતી અનુસાર હિતેન્દ્ર જયંતિભાઈ રાઠોડ (રહે. માંડવી) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હિતેન્દ્રભાઈ મિત્રની મોટર સાઈકલ (નં.જીજે-19- બીડી-9598) લઇને સુરત કપડા લેવા માટે જઇ રહ્યા હતા. જે દરમ્યાન ઘલા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પુરપાટ માતેલા સાંઢની જેમ આવી રહેલી ટ્રક (નં.જીજે-19-વાય-4313)નાં ચાલકે પોતાના કબ્જાની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત બાઇકચાલકને અફેટમાં લઇ લીધો હતો.






જોકે સદર અકસ્માતની ઘટનામાં બાઇકસવારને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ બાઈકસવાર હિતેન્દ્રભાઈને મૃત ઘોષીત કર્યો હતો. જોકે સમગ્ર બનાવ અંગેની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે કસુરવાર ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top