- કાર માં અચનામાં આગ લાગી જતાં અફરા તફરી ફેલાઈ
- સીએનજી વાનમાં છ જેટલા મજૂરો હતા
- સદનસીબે કોઈપણ જાનહાની થઈ ન હતી
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હથુંકા ગામે એક કાર માં અચનામાં આગ લાગી જતાં અફરા તફરી ફેલાઈ હતી જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
સીએનજી વાનમાં છ જેટલા મજૂરોને લઈને ડોલવણ તાલુકાના ગારવાણ ગામે રાનવેરી આવી રહી હતી. ત્યારે વાપી શામળાજી માર્ગ હથૂકા પાસે અચાનક વાનમાં ધુમાડો નીકળી આગ લાગી ગઈ હતી. તમામ મજૂરો અને ચાલક વાનને રસ્તાની સાઇડ ઉપર મૂકી વાનમાંથી જીવ બચાવી નીચે સામાન લઈ ઉતરી ગયા હતા, સદનસીબે કોઈપણ જાનહાની થઈ ન હતી. મારુતિ વાન થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગઈ હતી. નજીકમાં આવેલ ઇટના ભઠ્ઠા ઉપરથી મશીન માટે પાણી વાન ઉપર છાંટવાનો શરૂ કર્યું હતું. પાણી દ્વારા નુકસાન થતું અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.