અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા મળી છે. આજથી અમદવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઇ છે. આ સર્વિસને ત્રણ દાયકા બાદ શહેરમાં ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. આજથી હવે અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસની ડબલ ડેકર એસી ઈ-બસ દોડતી દેખાશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતુ. લંડનથી 5 AC ડબલ ડેકર બસ અમદાવાદમાં લાવવામાં આવી હતી. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે.
અમદાવદના મેયરના હસ્તે ડબલ ડેકર એસી ઈ-બસનું ફ્લેગઑફ કરાયું હતુ. આ પ્રસંગે એએમસીના પદાધિકરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ત્રણ દાયકા બાદના લાંબાગાળા બાદ પ્રથમ ડબલડેકર બસની અમદાવાદમાં શરૂઆત થઈ છે. પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ આરટીઓ સુધી બસ દોડાવાશે. ખાસ વાત તો એ છે કે, આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટીકીટો તથા પાસ માન્ય રહેશે.



.png)