- ગીધમાળી ડુંગર પર ખ્રીસ્તી સમાજના મેળાની પરવાનગી રદ કરવા રજૂઆત
- અખિલ ભારતીય સંત સમિતિના સભ્યો દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ
- ચર્ચ ને તોડવા કલેકટર દ્વારા ત્રણ વાર આપેલી નોટિસો
તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું છે,જેમાં અખિલ ભારતીય સંત સમિતિના સભ્યો દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ હતી,જે આવેદનપત્રમાં આક્ષેપ કરાયો હતો કે કણીકંસરી દેવસ્થાન ખાતે ઈસાઈ સમુદાય દ્વારા મેળાનું આયોજન કરાયું છે,જે મેળાની પરવાનગી રદ કરવાની માંગ કરાઈ છે..
અહીં આદિવાસી સમાજના પૂર્વજો અને તેમના વંશજો હજુ પણ કણીકંસરી આયાની પૂજા વિધિ કરે છે ત્યાં વર્ષોથી આદિવાસી સમાજ વસવાટ કરે છે આ આદિવાસી સમાજના દેવસ્થાન પર કેટલાક ખ્રિસ્તી સમાજના લોકોએ મરિયમ માતાનું ચર્ચ બનાવી કબજો જમાવ્યો છે આ ખ્રિસ્તી લોકોએ દેવસ્થાનને ગિધમાડી આયા નામ આપીને ત્યાં મેળો ભરવા માટે સરકાર પાસે પરવાનગી મેળવી લીધી છે જિલ્લા કલેકટરને ખોટી માહિતી આપી ખોટા દસ્તાવેજો રજૂ કરી મેળાની પરવાનગી મેળવવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે જો તારીખ ચાર ના રોજ મેળો ભરાશે તો સંપૂર્ણ આદીવાસી સમાજ આંદોલન કરશે તેવી ચીમકી આવેદન પત્ર માં ઉચ્ચારી છે..
ચર્ચ ને તોડવા કલેકટર દ્વારા ત્રણ વાર આપેલી નોટિસો માત્ર કાગળ પરજ..
આ ગીધમાળી ડુંગર પર આદિવાસી ઓના દેવસ્થાન ની જગ્યા પર બનાવેલા મરિયમ માતાના ચર્ચને તોડવા માટે જિલ્લા કલેકટર દ્વારા એક બે નહીં ત્રણ ત્રણ વાર નોટિસો આપવામાં આવી છે તેમ છતાં કલેકટર ની નોટીશ ની અવગણના કરી ત્યાં તારીખ 4 ફેબ્રુઆરી ના રોજ ખ્રિસ્તીઓ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે,આ મેળાની પરવાનગી તાત્કાલીત ધોરણે રદ કરવામાં આવે તેવી વિનંતી આવેદન પત્ર માં કરવામાં આવી છે..


.png)