તાપી: ગુજરાત સ્ટેટ C.H.O. યુનિયન દ્વારા તાપી C.H.O. યુનિયન ડિસ્ટ્રિક્ટ બોડી નીમવામાં આવી

0
  • ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા તાપી જિલ્લાના સી.એચ.ઓ. યુનિયનની મિટિંગનું આયોજન
  • તાપી જિલ્લાના તમામ સી.એચ.ઓ. એ હાજરી પુરાવીને યુનિયનને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો
  • તાપી જિલ્લાની C.H.O. યુનિયનની ડિસ્ટ્રિક્ટ બોડી નિમવામાં આવી 


ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા તાપી જિલ્લાના સી.એચ.ઓ. યુનિયનની મિટિંગનું આયોજન વ્યારા ખાતે કરવામાં આવેલ, જેમાં ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ. યુનિયનના પ્રમુખશ્રી જયકુમાર મહેતા,જોઈન્ટ સેક્રેટરીશ્રી જનક શર્મા અને ખજાનચીશ્રી હર્ષલભાઈ હડિયાની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ની યુનિયનની ડિસ્ટ્રિક્ટ બોડી નિર્માણ કરવામાં આવી. તેમજ સી.એચ.ઓ. ને થઈ રહેલા તમામ પ્રશ્નો વિશે જાણવામાં આવ્યું.


જેમાં તાપી જિલ્લાના તમામ સી.એચ.ઓ. એ હાજરી પુરાવીને યુનિયનને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો.

તાપી જિલ્લાના  સી.એચ.ઓ. યુનિયન પ્રમુખ તરીકે શ્રી નિરવભાઈ ગામીત, ઉપપ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ વસાવાની વરણી કરી.અને નિકિતાબેન ગામીત, સેક્રેટરી તરીકે શ્રી ગુંજનભાઈ કોંકણી, જોઈન્ટ સેક્રેટરી શ્રી અનોખભાઈ ગામીત અને તેજસ્વીનીબેન વડવી, ખજાનચી શ્રી યોહનભાઈ કોંકણી, કો.ઓર્ડીનેટરશ્રી ધ્રુમિતભાઈ રાઠોડ અને પૂજાબેન ચૌધરી, કન્વીનર તરીકે કલ્પેશભાઈ ગામીત અને ભાવિષાબેન ગામીતની નિમણુંક કરવામાં આવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top