- આરોપી પતિએ પત્ની સવિતાની હત્યા કરી
- પત્ની ને ગળાના ભાગે ચપ્પુના તીક્ષણ ઘા મારતાં ઘટના સ્થળે જ મોત
- સાતકાશી ગામે જંગલ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા દંપતી વચ્ચે કોઈ કારણસર ઝગડો થયો હતો
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે પતિ પત્નીનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. સોનગઢ તાલુકાના બોરદા ગામે પતિ પત્ની વચ્ચે થયેલ ધરેલુ ઝઘડાને લઈને પતિએ આવેશમાં આવીને પત્નીને ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હતી. પત્નીનું કમકમાટી ભર્યું મરણ થતાં પતિએ પણ ઘર નજીક ઝાડ પર ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. પતિ રૂપાભાઈ પાડવી દ્વારા પત્ની સવિતાબેન ને ગળાના ભાગે ચપ્પુના તીક્ષણ ઘા મારતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં પતિ રૂપાભાઈ પાડવી એ પણ ગળે ફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી હતી. હાલ સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનાને લઈને તાપી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હત્યા શા માટે કરવામાં આવી અને પતિએ આત્મહત્યા કેમ કરી જેવા અનેકો સવાલો સાથે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.


.png)