વ્યારા તાલુકાના બાલપુર ગામે ડુંગરી ફળિયા પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિભાઈ શાંતુભાઇ ગામીત અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ બી પરમારના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં શાળાના પાટગણ માં દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થનાથી શરૂઆત કરી, સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોને અભિવાદન કરાયા હતા. તથા દરેક આમંત્રિત મહેમાનો ને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા બાલવાટિકા અને બીજા ધોરણના બાળકોને પાટી,પેન ગિફ્ટ આપવામાં આવી હતી. ડુંગરી ફળિયા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને તાપી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી એ તમામ બાળકો એસએમસી અને તમામ શિક્ષક મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી કમલેશભાઈ ગામીત, કેન્દ્ર શિક્ષક શ્રી મનોજભાઈ તેમજ સંઘના ઉપપ્રમુખ શ્રી હાજર રહ્યા હતા. અંતે શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત સર્વ મહાનુભવો નો આભાર વ્યક્ત કર્યો હતો.