ચોમાસુ શરૂ થતાની સાથે જ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. આ વખતે પણ વરસાદી મોસમ યથાવત સ્થિતિમાં રહેતા ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ તકલીફો ઊભી થાય તેવી સ્થિતિ દેખાતી નથી. જોકે, હાલ વહીવટી તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ એટલા માટે છે કે પાણીની આવક સતત વધી રહી છે. ઉકાઈ ડેમમાં 2.62 લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક 2.48 લાખ ક્યુસેક થતાં સપાટી 342.58 ફૂટે પહોંચી. ડેમ હવે ભયજનક 345 ફૂટથી માત્ર દોઢ ફૂટ દૂર છે.
ઉકાઈ ડેમની સપાટી 343.55 ફૂટ
તાપી નદી પરના ઉકાઈ ડેમમાંથી આજરોજ બપોરના 4 વાગ્યા સુધીમાં ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ 297722 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 343.55 ફૂટ છે. જોકે, ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ પાણીની આવકમાં અધધધ વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાણી છોડાતા જિલ્લાના લો લેવલ પુલિય પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ રાઉન્ડ ધ ક્લોક ઉકાઈ ડેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આગમચેતીના ભાગ રૂપે કોસાડી કોઝવે, માંડવી બંધ કરવામાં આવ્યો છે. તથા તકેદારીના ભાગ રૂપે ડેમના હેઠવાસમાં નદી કિનારે આવેલ માંડવી તાલુકાનાં ગામનાં નાગરિકોને નદીમાંથી અવરજવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર, નદીના પટમાં ન લઈ જવા તાકીદ કરવામાં આવી છે.
તાપી નદી કિનારા હેઠવાસના અસરગ્રસ્ત ગામો
(1) બલાલતીર્થ, કાકરાપાર (2) વરેઠ (3) નાનીચેર (4) મોટીચેર, રતનીયા (6) તરસાડાબાર (7) માંડવી (8) વાધનેરા (9) ઉશ્કેરખુર્દ (10) પુના (11) કાકડવા (12) ખેડપુર (13) વરજાખણ (14) જાખલા (15) કોસાડી (16) ઉન (17) ઉમરસાડી (18) કમલાપોર (19) પાટણા (20) વરેલી (21) બૌધાન ગામોને માંડવી મામલતદાર દ્રારા સાવચેતીના પગલાઓ લેવા માટે તલાટી સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડેમનું મિનિટે મિનિટની સ્થિતિનું મોનિટરિંગ
વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની બેદરકારી ન રહી જાય તેના માટે ઉકાઈ ડેમની મિનિટે મિનિટની સ્થિતિનું મોનિટરિંગ થઈ રહ્યું છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાથી હથનોર અને પ્રકાશા બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 4.60 લાખ ક્યુસેક હતી. પાણીની આવક વધવાને કારણે વહીવટી તંત્ર દ્વારા પાણીની જાવકમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અંદાજે બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. જેના કારણે તાપી નદી બંને કાંઠે વહી રહી છે. અત્યારે હાલ ડેમની સ્થિતિ જોતા વહીવટી તંત્ર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ 90 ટકા કરતાં વધારે ડેમમાં પાણી સ્ટોરેજ થઈ ગયું છે.
ભયજનક સપાટી 345 ફૂટ
ઉકાઈ ડેમની હાલની સ્થિતિ જોતા ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર રહ્યો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, સવારે 11 વાગ્યા સુધીની ઉકાઈ ડેમની સપાટી 341.18 નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાં જ્યારે અન્ય રાજ્યની અંદર રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વરસાદ વધુ પડતો હોય છે તો તેની અસર સુધી દેખાતી હોય છે. ખાસ કરીને હથનુર ડેમમાં જ્યારે પાણીની આવક વધતી હોય છે, તેની સીધી અસર ઉકાઈ ડેમ ઉપર જોવા મળતી હોય છે. ડેમમાં પાણીનું સ્ટોરેજ વધવાને કારણે પાણીની જાવક પણ વધારવી ખૂબ જ જરૂરી છે. માટે વહીવટી તંત્ર તમામ સ્થિતિ ઉપર નજર રાખીને વધુમાં વધુ પાણી છોડવા માટેનો નિર્ણય લઈ રહી છે.
ઉકાઈ ડેમ હાઈએલર્ટ સ્થિતિ પર
ચોમાસા દરમિયાન જ્યારે પણ 341 ફૂટ કરતાં વધુ ઉકાઈ ડેમની સપાટી પહોંચે છે, ત્યારે તંત્ર સ્થિતિમાં આવી જાય છે. 345 ફૂટથી વધુ પાણીનો સંગ્રહ કરવામાં મહદંશે આવતો નથી અને એ રૂલ લેવલને જાળવી રાખવા માટે વહીવટી તંત્ર પાસે એક જ સારો વિકલ્પ રહે છે. પાણીની આવક જેટલી હોય છે તેના પ્રમાણમાં પાણીની જાવક પણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેથી કરીને ઉકાઈ ડેમ તેની ભય જનક સપાટીએ ન પહોંચે તેવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેના ભાગરૂપે શક્ય હોય તેટલું પાણી છોડવા માટે પ્રયાસો કરવાના શરૂ કરી દેવાયા છે. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા તાપી નદી માં પાણી ની આવક વધી દર કલાકે વધી રહી છે ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ કોઝ-વે ડૂબી ગયો હતો. સિઝનમાં પ્રથમવાર આ કોઝ-વે પર પાણી ફરી વળ્યાં છે.
5 લાખ ક્યુસેક જેટલું પાણી આવતા તંત્ર એલર્ટ
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતીનાં ભાગરૂપે આજે વહેલી સવારથી તબક્કાવાર પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી આવક થતાં ડેમ તંત્ર એલર્ટ બન્યું છે. ડેમની સપાટી પણ 341.89 ફૂટે પહોંચી ગઈ છે અને હાલ 2.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સૌપ્રથમ બારડોલીનો હરિપુરા કોઝ-વે પ્રથમ પ્રભાવિત થયો છે. ઉકાઈ ડેમનું પાણી સીધુ જ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.




.png)