ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ છેલ્લાં બે ત્રણ દિવસથી વરસાદ નોંધાતા ડેમ લમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થઈ છે. રવિવારે દિવસ દરમિયાન સરેરાશ 48 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટીમાં પણ ધીમો વધારો નોંધાયો હતો. ઉપરવાસ માં આવેલાં જ્યારે ડેમ ની સપાટી 335.07 ફૂટ હતી જ્યારે રવિવારે સાંજે સપાટી વધી ને 335.71 ફૂટ પર પહોંચી હતી અને ડેમમાં પાણી ની આવક 16692 ક્યુસેક થઈ હતી.આમ સાંજે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેમ ની સપાટી માં લગભગ 0.64 ફૂટ જેટલો વધારો થયો હતો.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ખેતી લાયક વરસાદ નોંધાતા ઉકાઈ ડેમ માંથી પાણી છોડવા નું બંધ કરી ઉપરવાસ માંથી આવતાં પાણી નો સંગ્રહ કરવાનું શરૂ થયું છે.ઉકાઈ ડેમ બાબતે સિંચાઇ વિભાગ દ્વારા નક્કી થયેલાં રુલ લેવલ મૂજબ પહેલી સપ્ટેમ્બર પછી ડેમમાં 340 ફૂટ સુધી પાણી નો સંગ્રહ કરી શકાય છે જ્યારે પૂર્ણ સપાટી 345 ફૂટ પર છે.ઉકાઈ ડેમમાં રવિવાર સાંજ સુધી 5827.60 mcm પાણી નો સંગ્રહ થયેલો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ છેલ્લાં બે ત્રણ દિવસથી વરસાદ , પાણીની આવક શરૂ થઈ
સપ્ટેમ્બર 11, 2023
0
અન્ય ઍપમાં શેર કરો



.png)