વ્યારા નગરમાંથી પસાર થતા જુના હાઇવે ઉપર છેલ્લા કેટલા સમયથી રખડતા ઢોરો અડીંગો જમાવી રસ્તા પર જ બેસી રહેતા હોય છે. જેને લઈને આ માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. અવારનવાર રખડતા ઢોરો વાહનો સાથે અથડાઈને મુશ્કેલી વધારી દેતા યોગ્ય આયોજન કરવા માટે માગ ઉઠવા પામી છે.
વ્યારા નગરમાં અવારનવાર રખડતા ઢોરોની બૂમ પડે ત્યારે નગરપાલિકામાં એકાદ બે ઢોરોને પકડે અને કામગીરીથી સંતોષ માની લેતી હોય છે. બીજી તરફ વ્યારા નગરના જુના હાઇવે પર છેલ્લા કેટલા સમયથી રખડતા ઢોરોએ જમાવી દીધો છે. રોડની વચ્ચોવચ ટોળું જમાવીને બેસતા આ રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલી માં મુકાઈ જવું પડે છે. કેટલીકવાર રખડતા ઢોર ના કારણે વાહન ચાલકોના વાહનો સાથે અથડાઈ જતા નાના-મોટા અકસ્માતો બન્યા કરે છે. બીજી તરફ રખડતા ઢોરોને કારણે ગંદકીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેને લઈને નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે અવારનવાર એક બે ઢોરો પકડી કામગીરી પૂર્ણ કરી દેતા હોવાને લઈને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. રાત્રિ દરમિયાન પણ હાઈવે પર વચ્ચોવચ બેસી રહેલા ઢોરોને કારણે વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતી સર્જાઇ રહેલી છે.

