કુકરમુંડા: પીપલાસ ગામમાં વીજ પુરવઠાની જીવંત વીજતાર તૂટીને રસ્તા પર પડતા અફરાતફરી સર્જાઇ

0
કુકરમુંડા તાલુકાના મટાવલ ગ્રુપગ્રામ પંચાયતમાં સમાવેશ પીપલાસ ગામમાં ગત રવિવારના રોજ વીજ પુરવઠાની જીવંત વીજતાર તૂટીને રસ્તા પર પડતા અફરાતફરી સર્જાઇ હતી. પીપલાસ ગામે ભરતભાઈ પાડવીના ઘર સામેથી પસાર થતી વીજપુરવઠાની જીવંત વીજતારની લાઈનમાંથી ગત રોજ આશરે 11:00 થી 11:30 વાગ્યાંના અરસામાં અચાનક જીવંત વીજતાર તૂટી ગઈ હતી.જે ઘટનામાં સદનસીબે ગામમા કોઈ જાનહાનિ થઇ નથી.




આ બબાતે મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ગામમા વીજ પુરવઠો પોહચાડ માટે ગામમાંથી પસાર થતી વીજપુરવઠાની જીવંત વીજતારો જર્જરિત હાલતમાં હોવાથી ગામમાંથી પસાર થતી વીજપુરવઠાની વીજતારો બદલીને નવી વીજતારો નાખવા અંગે વીજપુરવઠા વિભાગને લેખિતમાં અને મૌખિકમાં રજુઆત કરી હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા જીવંત વીજતારો બદલ્યા નથી.તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય એ છે. કે પીપલાસ ગામમાં આખરે જર્જરિત બનેલ વીજપુરવઠાની જીવંત વીજતારો તૂટી ગઈ હતી. આ ગામમાં વીજતાર તૂટવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થતી, તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ગામજનોમાં પણ ઉભા થઇ રહ્યા છે.ગામમાં વીજપુરવઠાની જીવંત વીજતારો જર્જરિત હાલતમાં હોવા અંગે સરપંચ દ્વારા વીજપુરવઠા વિભાગને જાણ કરવામાં આવેલ હોય તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.આ પીપલાસ ગામમા જીવંત વીજતાર તૂટવાની ઘટનામાં સદ નસીબે ગામમાં કોઈ જાનહાનિ થઇ નથી.જોકે. આવનાર સમયમાં ગામમાં ફરી વીજતાર તૂટવાની ઘટના બંને અને ગામમા મોટી જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ ? તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top