વર્ષાના આગમન બાદ સુરત અને તાપી જિલ્લામાં ઠેર-ઠેર આદિવાસી સમુદાય દ્વારા વિશેષ પૂજા કરી ખેતી કામનો આરંભ કરાયો
વ્યારા તાલુકાના ઘાટા ગામમાં પરંપરાગત રીતે પ્રથમ વરસાદ થતાં જ પ્રકૃતિનું જતન કરતાં નાંદુરીયા દેવનું પૂજન અર્ચન વિધી કરવામાં આવે છે. જેમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાય છે અને પરંપરાગત રીતે પુજન વિધી કરવામાં આવી હતી.દર વર્ષે ચોમાસાના પ્રારંભે દેવ પુજન કરી મજુરીના દર નક્કી કરવામાં આવે છે.
ઘાટા ગામમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે પ્રાંગણમાં ઉગી નીકળતી વનસ્પતિઓ એકત્રિત કરીને તેના ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિમાં પાન,ફળ છાલનો કાઢીને તેનું દ્રાવણ તૈયાર કરીને ગ્રામજનોમાં વહેચવામાં આવ્યું હતું અને અનોખી રીતે નાંદુરીયાદેવની પુજનવિધી હષૅ ઉલ્લાસભેર કરવામાં આવી હતી.
ઘાટા ગામમાં વર્ષો જૂની પરંપરાગત નાંદુરીયાદેવની પુજનવિધિ કાયૅકમમાં ગામના સરપંચ, યુવાનો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. નાંદુરીયા દેવનું પૂજન અર્ચના કરી હતું. આ દિવસથી વર્ષ દરમિયાન મજુરીના વિવિધ પ્રકારના દર નક્કી કરવામાં આવ્યાં હતાં. આદિવાસી પરંપરાગત રીતે પ્રકૃતિનું પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રોચ્ચાર સાથે દેવને પ્રાર્થના કરવામાં આવે છે કે ઉગેલું ધાન્ય આખુ વર્ષ ટકી રહે
પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે એને નાંદણુ કે નિંદણીયુ તરીકે જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નાંદુરીયાદેવની તહેવાર તરીકે ઉજવાય છે. નારીયેળ ફોડી , મંત્રોચ્ચાર સાથે પૂજા કરાય છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન ટકી રહે.
આજના દિવસથી જ મજૂરીનો ભાવ નક્કી કરાય છે
નાંદુરીયા દેવની પુજનવિધી કરીયા પછી ગામજનોએ આજના દિવસથી પરંપરાગત રીતે મજુરી દર નક્કી કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ દર નક્કી કરવાની પરંપરા ચાલી રહી છે.
ઔષધીય વનસ્પતિનું મિશ્રણ બનાવી વિતરણ કરાય છે
ગ્રામ્ય વિસ્તારમાં ઔષધીય ગુણોના તજજ્ઞો દ્વારા વનસ્પતિમાંથી ઉપયોગી તત્વ, પણૅ, ફુલ, પાનમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિમાંથી ઉકાળીને મિશ્રણ તૈયાર કરી ગામજનોને વહેંચવામાં આવે છે.


.jpeg)

.png)