રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે.
તો બીજી તરફ ઉપલેટા તાલુકાના સમઢીયાળા અને તલંગણા વચ્ચેનો કોજવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના પાણીના પ્રવાહને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ,એરંડા,મગફળી,સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વાવેતર કરેલ પાકનું સદંતર ધોવાણ થતાં ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડી છે. વહેલીતકે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.



.png)