અમદાવાદના મીઠાખળીમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના મીઠાખળીમાં ત્રણ માળના મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં ચાર લોકો દટાયા હતા. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી બાળકીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઈ હતી. એક વ્યક્તિ હજુ પણ કાટમાળમાં દબાયાની આશંકા છે. કાટમાળમાંથી રેસ્ક્યુ કરાયેલા ત્રણ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.



.png)