છાણ અને માટીમાંથી બનાવવા આવતી અનાજ સંગ્રહ કરવાની કોઠી ,જેમાં અનાજ વર્ષો વર્ષ બગડતું નથી

0
અનાજની પૌષ્ટિકતા જળવાઇ રહે એ રીતે સંગ્રહ કરવાનો પરંપરાગત કિમિયો આજે પણ એટલો જ કારગર


પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમાજની ઘણી બાબતો અલગ હોય છે, જેમાં ધાન્યની જાળવણી પણ અનોખી રીતે કરવામાં આવે છે, વડવાઓથી અનાજ સાચવાની પરંપરાને હજુ પણ સમાજે જાળવી રાખી છે. જાણીને નવાઈ લાગશે કે માટી અને છાણથી બનાવેલ કોઠીમાં હજુ પણ વર્ષ માટે ભરવામાં આવતું અનાજ અને કઠોળને ભરીને સાચવવામાં આવે છે. જેમાં અનાજ વર્ષો વર્ષ બગડતું નથી. માટી અને છાણ મિશ્રણ કરીને બનાવવામાં આવતી કોઠીની તાકાત રહી છે.

કુદરતની દરેક વસ્તુનો બખૂબી ઉપયોગ કરી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની કળા આદિવાસી સમાજમાં રહેલ છે. વર્ષોથી અનાજ સાચવવાની રીતને સમાજે જાળવી રાખી છે. તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે કે માટી, છાણ અને ડાંગરની કુશકીની મદદથી તૈયાર કરેલ કોઠીમાં અનાજ સંચવાઈ ? તેમાં રોગ જીવાત ન પડે ? તે સડી નહી જાય ? પરંતુ આ પદ્ધતિથી તૈયાર કરેલ કોઠીમાં વર્ષો વર્ષ સુધી અનાજ સચવાય રહે છે, તેમાં કોઈ રોગ કે જીવાત પડતી નથી. વર્ષો પછી પણ સ્વાસ્થ્યપ્રદ અનાજ મળી રહે છે. આ પદ્ધતિથી આજે પણ ઊંડાણના આદિવાસી સમાજના લોકો અનાજની સાચવણી કરતા આવ્યા છે.

તાપી જિલ્લાના તાલુકાઓના ગામડામાં આજના આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજમાં આજે પણ આ જૂની પધ્ધતિથી અનાજનો સંગ્રહ કરવામાં આવી આવે છે. તેમજ પરંપરાગત સંસ્કૃતીને ટકાવી રાખવામાં આવી રહી છે.

કુદરતી વસ્તુમાંથી બનેલી કોઠીનું આયુષ્ય 20 વર્ષથી વધુનું
છાણ અને માટીમાંથી બનાવવા આવતી અનાજ સંગ્રહ કરવાની કોઠી આદિવાસી સમાજના પૂર્વજોથી ચાલતી આવેલ પરંપરા છે. જે આજે પણ ચાલી રહી છે. માટી અને છાણમાંથી બનાવેલ કોઠીમાં જુવાર, ડાંગર, ઘઉં, તુવેર, ચણા સહીત અનેક પાકોનું સંગ્રહ કરતા હોય છે. આ કોઠીમાં આશરે બે ત્રણ વર્ષ સુધી અનાજનું સંગ્રહ કરેલુ હોય તો પણ બગડતું નથી.

આજે પણ આદિવાસી સમાજ 6 ફૂટ ઉંચી કોઠીનો ઉપયોગ કરે છે
માટી અને છાણનું મિશ્રણ કરીને તેમાં ડાંગર કે ઘઉંના પરાડની ભૂકી નાખવાવા આવતી હોય છે. જેથી કોઠીમાં તિરાડ પડતી નથી. કોઠી મોટા ભાગે ગોળ આકારની અને જાડાઇમાં બેથી અઢી ઇંચ સુધી બનાવવામાં આવે છે. જેની ઊંચાઈ આશરે 5 થી 6 ફૂટ જેટલી હોય છે. 

મજબૂતી ટકાવી રાખવા કોઠીમાં દર ચાર મહિને લિંપણ કરાય છે
છાણમાંથી બનાવેલ કોઠીની જાળવણી સારી રીતે કરવામાં આવે તો 50 વર્ષ સુધી પણ ટકી શકે છે. જેમાં દર ત્રણ થી ચાર મહિને કોઠીને માટી અને છાણથી લીપણ કરવાનું હોય છે. તેમજ એક જગ્યા ઉપર મુકેલ હોય ત્યાંથી બીજી જગ્યાએ ખસેડવું નહિ, જે બાબતની ખાસ કાળજી રાખવાની હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top