વ્યારા: ચીચબરદી - લખાલીના કોઝવે પાણીમાં ગરકાવ, સાત ગામો સંપર્ક વિહોણા

Study Material
0
વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તાર માં વ્યારા તાલુકાના ચીચબરદી -લખાલી રોડ પર આવેલ ક્રોજવે પર છેલ્લા કેટલાય વર્ષો થી પુર ની સ્થિતિ ઊભી થાય છે.જેને લઇ આ પૂલ નો ઉપયોગ કરતા લખાલીથી ચીચબરડી , વડપાડા , રાણીઆંબા , ઢોંગી આંબા વાલોઠા , ભુરીવેલ ,લખાલી આ સાત ગામોને સંપર્ક વિહોણા બની જાય છે. ત્યારે ગ્રામજનોએ આ વિસ્તારમાં જવું હોય તો અંદાજિત 14 કિલોમીટરનો ફેરાંવો કરવો પડતો હોય છે. કોઝવે હાલ પાણીમાં ગરકાવ હોય સાત ગામો સંપર્ક વિહોણા બની જાય છે.



ઘણા વર્ષોથી રાજ્ય અને કેન્દ્ર સરકારને આ રોડ ઉપર એક મોટો પુલ બનાવવાની માંગણીઓ વારંવાર અહીંના આદિવાસી સમાજના લોકો દ્વારા આ વિસ્તારના આગેવાનો , વડીલો , દ્વારા પણ વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી મોટો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવેલ નથી , ગત ચોમાસા દરમિયાન તાપી જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા પણ રૂબરૂ આવી સ્થળ પરીક્ષણ કરેલ હતું. પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top