આગાહી : દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

0
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.



સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તેવો અનુમાન છે. ત્રણથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લીથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદનો અનુમાન છે. 5 જુલાઇ બાદ ભારે વરસાદની શક્યતા ઘટશે પરંતુ છૂટછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 6 જુલાઈથી 12 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસશે.



2 દિવસમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા

અલગ અલગ ઠેકાણે વરસાદની દુર્ઘટનામાં છેલ્લા 2 દિવસમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં બે-બે... તો જામનગર, અરવલ્લી અને અમરેલીમાં એક એક વ્યક્તિના મૃત્યુની ઘટના થઇ છે. કરંટ લાગવા સહીતની ઘટનામાં 64 પશુઓના અત્યાર સુધીમાં મોત થયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top