ડોલવણ: બામણામાળ નજીક ઉભેલી ટ્રકમાં બાઇક ઘુસી જતાં પાટી ગામના દંપતીનું મોત

0
વ્યારા તાલુકાના ડોલવણ જતાં રોડ ઉપર બામણામાળ નજીક રસ્તા ઉપર કોઇ પણ પ્રકારનાં સિંગ્નલ આપ્યા વિના ટ્રક પાર્ક કરી હતી. ડાંગરનું ધરૂ જોઈને પરત મોટરસાયકલ પર ઘરે ફરતું દંપતી અચાનક ટ્રક પાછળ અથડાતા અકસ્માત થયો હતો. જેમાં દંપતીને ગંભીર ઇજા થવાથી ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વ્યારા તાલુકાના પાટી ગામે નિશાળ ફળિયામાં ભાવિક રાજેંદ્રભાઇ ગામીત( 36)પોતાની પત્ની મયુરીકા (30) સાથે રહી ખેતી કામ કરી જીવન ગુજારે છે.



ગત તા.2 જુલાઈ ના રોજ સવારે આશરે 10 વાગ્યાનાં અરસામાં ભાતનું તરૂ જોવાં માટે પોતાનાં મિત્રની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે 21 એપી 6336 લઈને ગયાં હતાં. કપુરા ભાતનું ધરૂ જોઈ પતિ- પત્ની બંને પોતાની સાસરીમાં અંબાચ ગામે જવાં નીકળ્યા હતાં. ત્યારે રાત્રીનાં પોણા આઠેક વાગ્યાનાં અરસામાં ટ્રક નં. MH 40 CD 5843 રસ્તાની વચ્ચે ઉભેલી ટ્રક પાછળ દંપતીની મોટર સાયકલ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ કોઇપણ જાતની આડસ પણ ન હતી, તેના ક્લિનરને સિંગ્નલ બતાવવા પણ ઉભો રાખ્યો ન હતો.

ટ્રકના પાછળ કોઇપણ જાતની સીગ્નલ લાઇટ પણ ચાલુ નહતી. જેથી આ મોટર સાઇકલ પાછળથી ટ્રકમાં અથડાઇ જતા મોટરસાયકલ ચાલક ભાવિકને માથામાં તથા ચહેરાના ભાગે ગંભીર ઇજા થઇ હતી, નાક તથા કાન માંથી લોહી નીકળતુ હતું. જમણા હાથે તથા ડાબા પગના નળાનાં ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.

પાછળ બેસેલ મયુરીકા ને નાક માંથી લોહી નિકળતુ હતુ ગંભીર ઇજા થતા તેનું પણ સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. પાટી ગામે રહેતા ભાવિકના લગ્ન અંબાજ ખાતે રહેતી મયુરિકા સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા. પાટી ગામના યુવા દંપતી નું કરુણ મોતને લઈને ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top