ડેડિયાપાડાના કનબુડી ગામની દુકાનની પોલ ખુલી છે. સસ્તા અનાજના નામે પાવડર-કાંકરાવાળા ઘઉં આદિવાસી વિસ્તારમાં અપાતાં હોવાના આક્ષેપ છે. સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટચાર થતો હોવાના આક્ષેપો કરાયા છે. ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવાને જાણ કરી છે.
સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા અનાજની સુવિધા આપવામાં આવી છે. પરંતુ કેટલાંક લોકો આમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નર્મદાના ડેડિયાપાડામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ થતું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. કનબુડી ગામ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનનો એક વીડિયો સામે આવ્યો છે. લોકોને અપાતા ઘઉંમાં પાવડર અને કાંકરા મિશ્રિત કરવામાં આવ્યા છે. સસ્તા અનાજની દુકાનમાં લોકોને સડેલા ઘઉં અપાતા હોવાનું સામે આવ્યું છે.
આદિવાસી વિસ્તારના લોકોને આ પ્રકારનું સડેલું અનાજ મળવાથી રોષ વ્યાપ્યો હતો. સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. જો કે ગ્રામજનોએ સડેલા અનાજ વિશે સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી. જે બાદ સાંસદે જવાબદાર લોકો સામે પગલાં લેવા માટે અધિકારીઓને સૂચના આપી છે. આ પ્રકારના બેદરકાર અને ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. નહીંતર સસ્તા અનાજના નામે ગરીબોનો કોળિયો છીનવાતો રહેશે.



.png)